આપઘાત:રાજકોટમાં પ્રેમમાં નિષ્ફળ થતા યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,પોલીસ તપાસમાં આણંદની યુવતિ સાથે પ્રેમ હોવાનું ખુલ્યું
યુવક માતા-બહેન સાથે રહી કડીયા કામ કરતો હતો
રાજકોટ શહેરના રૈયા ગામમા ચિરાગભાઇ દિનેશભાઇ તેરૈયાના મકાનમાં છેલ્લા ચાર માસથી ભાડેથી રહેતાં મૂળ આણંદના 24 વર્ષીય આકાશ દિનેશભાઇ મકવાણા નામના યુવાને પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાય આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આકાશ રૂમમાં લટકતો જોવા મળ્યો
પ્રાપ્ત વિગત મુજબ આકાશ મૂળ આણંદનો વતની હોવાનું અને ચારેક માસથી રાજકોટ રૈયા ગામે માતા-બહેન સાથે રહી કડીયા કામ કરતો હતો. ગઇકાલે તેના માતા આણંદ ગયા હતાં અને બહેન પણ બહાર ગયા હતાં. આણંદથી માતા તેને ફોન જોડતાં હતાં પરંતુ તે ફોન રિસિવ કરતો ન હોય માતાએ મકાન માલિકને તપાસ કરવા કહેતાં મકાન માલિકે તપાસ કરતાં આકાશ રૂમમાં લટકતો જોવા મળ્યો હતો.
પોલીસ તપાસમાં આણંદની યુવતી સાથે પ્રેમ હોવાનું ખૂલ્યું
દરવાજો તોડી 108 એમ્બ્યુલન્સને બોલાવાય હતી. પરંતુ ઇએમટી પારસભાઇએ આ યુવાન મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કરતાં ગમગીની છવાય ગઇ હતી. પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એન. બી. ડોડીયાએ જાણ કરતાં યુનિવર્સિટીના એએસઆઇ અજયસિંહ ચુડાસમા અને રાકેશભાઇએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આકાશ આણંદની એક યુવતીને પ્રેમ કરતો હતો. પરંતુ યુવતી તરફથી રિસ્પોન્સ મળ્યો ન હોય તે શોકમાં ગરક થઇ જતાં આ પગલુ ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહનું પોસ્ટમોટર્મ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
No comments:
Post a Comment